રૂગ્ણાલય છે આ શરીર, સરકતું સદાય,
અનંત કોષો નું જીવન,. એનાથી સદાય;
ધર્મ ધારણ કરી, પોષણ સત્ય નું કરે સદા,
અધર્મ આચરણ ,અધ: પતન થાય સદાય;
પ્રાકૃતિક સૌંદર્ય છે, તત્વ પાંચ ત્રણ ગુણો,
એકમેક માં ઓતપ્રોત. , રહેતાં એ સદાય;
ધારણ છે અન્ન જળ , માટી સ્વરૂપ સદાય,
માટી ના રમકડા આખરે માટી માં સદાય ;
સુખદુઃખ, લાધે કર્મ થી, ગતિ ગહન કહેવાય,
આનંદ અનુભૂતિ પામતા , ધ્યાન માં સદાય;