Gujarati Quote in Blog by રાધે ની ડાયરી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મોત_ના_મુખમાં_ધકેલાતો_ખેડૂત ....

ક્યાં જઈને અટકશે આપણી આ #કમનસીબી .......
#ભારત #કૃષિપ્રધાન દેશ છે અને ભારતનું 70% #અર્થતંત્ર_કૃષિ_પેદાશો_પર_નિર્ભર_છે
#મિત્રો ... અત્યારે લોકડાઉને આપણાને ડાયવર્ડ કર્યા છે.આમ પણ આપણાને ડાયવર્ડ થવાની ગોળીનો ડોઝ નિરંતર અપાય છે અને આ ગોળીના સેવનના આપણે બંધાણી બની ચુક્યા છીએ.ટેકાના ભાવનું જે ભૂત ધુણાવ્યું છે એનો ભુવો જડે તેવું નથી.દ્રૌપદીના વસ્ત્રહરણની જેમ અહીં રોજ ખેડૂતના ખમીરનું અને જમીરનું,કિસાનના અરમાનોનું,તેની લાડકી દીકરીના કરિયાવરનુ,તેના છોરુના દૂધનું,જવાન દીકરાની કેરિયરનું રોજ ચીરહરણ અને સ્વમાન સળગાવાય છે.જે તાલુકામાં એક મણ ચણાનું ઉત્પાદન નથી થતું ત્યાં અરજીઓ કઈ રીતે આવી ?આ સવાલ અને આવા અસંખ્ય સવાલો આપણામાં હાર્ટએટેકના બીજનું વાવેતર કરીને જાય એવા છે.ચારણો ખેડૂતના ચણા,દિવેલા કે અનાજને નથી ચારતો પણ એ ચારણામાં ચરાય છે ગરીબ કિસાનોનો પરસેવો,પોષની કડકડતી ઠંડીના ઉજાગરા, સૂકા રોટલાનું શિરામણ,તેની નિષ્ઠા નું નૂર,તેની કમાણી....અલ્યા થોડીક..તો..શરમ કરો.કિસાનના પ્રશ્નને વાચા આપવાવાળા ખુદ વેચાઈ જાય છે...અને હા એમની પણ બોલીઓ લાગેછે.ભારત દેશનો કિસાન એ ભારતવર્ષનું ધબકતું હ્ર્દય છે અલ્યા એ તંદુરસ્ત હૃદયની જ તમે બાયપાસ સર્જરી કરવા બેઠા છો.કઈ રીતે બચશે રાષ્ટ્રનું અર્થતંત્ર ? તેની કરોડ રજ્જુ તમે શેકયા વગર ખાવા તૈયાર થયા છો. એક કિસાન ની લટકતી લાશ ટીવી ચેનલો પર જોઈ જોઈને જાણે આપણે જ લાશ બની ગયા હોય તેવું લાગેછે.
એક લટકતી લાશ....એનું પોસ્ટંમોટમ, એક એફ.આઈ.આર....વળી તેના પર એક ડિબેટ..વફાદાર શ્વાનને નખાતી હોય તેવી નેતાજી તરફથી ટુકડા રોટલીની સહાય...સાલુ આપણને કોઠે પડી ગયું છે.કોઈ ભગતસિંહ કોઈ આઝાદ કોઈ સુભાષ પેદા થવાની આશાઓ હવે ઠગારી નીવડશે ....કારણ..ક્રાંતિની નસ્લ અને તેના જીનેટિકો ભારતભૂમિ પરથી સંપૂર્ણ નેસ્ત નાબૂદ થઈ ગયા નથી કરી દેવામાં આવ્યા છે.લોકશાહીની દૂધ જેવી દેવી સોનાની ફ્રેમમાં મઢાઈ ને અદાલતમાં અટવાઈ છે. જે દિવસ કૌભાંડનો,બળાત્કારનો,જગતના તાતની આત્મહત્યાનો,ભ્રષ્ટઆચારનો ના ઉગે તેદી આખું ભારત અને તેનું મીડિયા સુની ડેલી ને સૂના ડાયરા જેવું લાગેછે.પાંગળું અને લાચાર તથા તેજહીન બનેલું આજનું શિક્ષકત્વ અને તળિયા ચાટતું ખાલીજગ્યા જે પુરાય તેવી નથી.બુદ્ધિના દેવાળીયા ની પ્રતિયોગીતાના પ્રથમ ક્રમે આવવામાં આપણને કોઈ રોકી શકવાના નથી..હું સાહિત્યકાર છું,શિક્ષક છું,કવિ છું,લેખક છું....પણ પહેલા હું એક કીસાનનો દીકરો કિસાન છું.અને મારી કલમ અને વાણી પટાઝાટકીને જ હોય છે...અને મને જે કવિતા સ્ફૂરી તે આપ સમક્ષ મુકું છું.કદાચ આપણા સૌના નિષ્ઠુર હ્રદયની તાપણીમાં ચિનગારી થઈને પડે...તેવી ઠગારી આશાઓ સાથે...
જય....કિસાન

કાલાના કકળાટે કાપ્યા કિસાન અને ચણાએ ચિંથરા ઉડાડયા,
મધમીઠા ગોળને કોણીએ ચોંટાડી
તમે જગતના તાતને રડાવ્યા.

મોટી ગુલબાગોને મોટા ઢંઢેરા તારા,
મસમોટા પડઘમ વગડાવ્યા,
લાઈન કરીને ઓન કર્યા કિસાન ઓફ,
ધોરા દહાડે તે તારા બતાવ્યા.

માવઠાએ માર્યા પછી રોગે ઘેરાણા,
માલ,ઢોર અને મતા વેચાવ્યા,
બાપડા બનાવી તમે તાપડે ચડાવ્યા,
તમે ગાગરમાં નીરને વલોવ્યા.

જગનો આધાર અને જગનો હું તાત છું,
આખા જગને જીવાડનાર દોરી,
ખુરશીએ બેસીને ખંખેરી લીધી તમે,
મારી પરસેવે પકવેલી બોરી.

નફ્ફટને નકટા ની હદને વળોટી તમે,
તમે અંતર બેઠેલો રામ માર્યો,
અમણા અરમાનોની હોળી પ્રગટાવીને,
તમારો લોભ તમે ઠાર્યો.

મારા અંતરની હાય અને ઉરનો ઉકળાટ,તમને બાળીને કરશે એક'દી ખાખ,
'શંકર' સમય છે હજી ઉઘાડો આંખ તમે,નકર રે'વા નઈ પામે તારી રાખ.

Gujarati Blog by રાધે ની ડાયરી : 111431737
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now