અજાણ છું હું આપ થી, તમને શું કહું
ખોવાઈ ગયો ખ્યાલમાં, તમને શું કહું;
વફાદારી છે સરહદમાં, તમામ જીંદગી,
બેવફાઈ ખુદના ખ્યાલમાં,તમને શું કહું;
છૂટી જાય શ્વાસની, સરગમ ગીત ગાતાં,
અધૂરા ગીત ના ખ્યાલમાં, તમને શું કહું;
શબ્દ ની પળોજણ , કક્કો ને બારાક્ષરી,
પ્રણવરૂપ છું હું ખ્યાલમાં, તમને શું કહું;
દુઃખ દર્દ ના સીમાડા પાર, અહેસાસ ખુદ,
આનંદ સહજ છું ,ખ્યાલમાં તમને શું કહું;