કેફિયત છે દિલની, બીજું નવું કશું નથી,
ભાવ નો ઉભરો , લાગણી નવું કશું નથી;
પરવર્યા શબ્દોની , માયાજાળ લઈ અમે,
બંધનો શૃંખલા મમત્વ ની,નવું કશું નથી;
ટકોરા મારે દિલ ના દ્વારે, ભાવમાં ડુબકી,
સ્પંદનો પેદા થાય પ્રેમાળ, નવું કશું નથી;
હેસિયત નથી , ખોંખારીને કરવું શું હવે?
મૌન માં કેદી થઈ લાગણી, નવું કશું નથી;
આનંદ અનંત છે, ત્યાગી જીવન જીવીએ,
પ્રેમમાં જ ગતિ ઊન્મની છે ,નવું કશું નથી;