છલકાવીને જામ નજરનો, ગજબ કર્યો છે,
ઘૂંટડો પીધો ને નસનસમાં, ગજબ કર્યો છે.
ઈતમિનાન છે દિલ, દાગદાર તો નથી થવાનું.
તમન્ના માં તરબતર છે દિલ,ગજબ કર્યો છે.
સૂરત એ હાલ શું પુછવો, મરીઝ એ ઈશ્કનો,
દુઆ ને દવા પર જીવતા, ગજબ કર્યો છે.
આઈના જેવુ સાફ, નજરથી નુર ભરી લેવાનું,
રૂહાની ખેલમાં ખતમ થવાનું, ગજબ કર્યો છે.
ખબર નથી ખુદ ની, જીવન છે બેખબરી માંજ,
અંજામ છે હકીકતમાં હકીકી , ગજબ કર્યો છે.