વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણ નુ એક વધુ ઉદાહરણ - 'મધર્સ ડે'. 13- 14 વર્ષે મા-બાપ થી અલગ રહેવા માંડતાં સંતાન જે પક્વ ઉંમર પછી મા-બાપ ને ભાગ્યે મળવા જતાં હોય એમના માટે આ ખાસ મળવા જવાનો કે ઉજવણી નો દિવસ બની રહેતો હોય. જયાં વૃદ્ધાશ્રમ ની ભરમાર છે એ દેશોમાં જ છો ઉજવાતા રહે આવા મધર્સ ડે. આ એ ભૂમિ છે જ્યાં રેણુકા ને છાતી કૂટતી જોઈ કોઈ પરશુરામ ધરતી નિ:ક્ષત્રિ કરે છે. આ એ ધરા છે જયાં કૃષ્ણ ગુરુ પાસે આશિષ માંગે છે. 'માતૃ હસ્તેન ભોજનમ' અને આ એ જ ધરા છે જ્યાં ઘેર ઘેર કોઈ જશોદા છે અને સાથે છે નટખટ કાન. તો શું કોઈ એક દિવસ મધર્સ ડે હોઈ શકે? મા માટે તો બધા દિવસ...આખો જનમારો એના બાળક માટે હોય છે તો શું સંતાન કોઈ એક દિવસ ગિફ્ટ આપી ને કે જાહેર માં કોઈ દેખાડો કરી એ ઋણ ચુકવી શકે?