ગઝલ (ભૂંસાઈ ચૂક્યો છું)
બધું પામવાની દોડમાં, જાતથી વધુ ઘસાઈ ચુક્યો છું...
સહી થી ઓટોગ્રાફ સુધીની સફર રહી, હવે કાગળથી ભૂંસાઈ ચૂક્યો છું...
વ્યર્થ હતો પાળવો મલાજો જિંદગીનો, ઇલાજો કરતા કરતા ખર્ચાઈ ચુક્યો છું..
રકમથી વધુ ખર્ચી નાખી મેં હસ્તી મારી, હવે શ્વાસોથી પણ હું વિસરાઈ ચૂક્યો છું..
સ્વપ્નો હતાં આકાશને આંબવા ખરા..,ટૂંકી પડી જમીન છલાંગ મારવા જરા..
જીવન યાત્રા રહી અખળડખળ જેવી..પોરો ખાવા રોકાયો ને લોકો કહે ફસડાઈ ચૂક્યો છું..
રંગ રાગની જરા યારી મળી, લય તરંગોની વફાદારી મળી..
સંગીતનો હજી પરિચય પ્રથમ ને,
લોકો કહે, છું એ જૂનું ગીત..
જે બહુ પહેલા જ ગવાઈ ચૂક્યો છું..
નિવૃત્ત હતો તો ચાલ્યો સચિવાલય તરફ.., પગ એની મેળે વળી ગયા મદિરાલય તરફ..
પગને બાંધી સાંકળ ને વાળવા ગયો જ્યાં..પગ બોલ્યા શુ જવું પાછું ત્યાં..જ્યાંથી ભૂલાઈ ચૂક્યો છું...
બસ આ વિમાસણમાં જ વપરાઈ ચૂકયો છું..
રખડપટ્ટી ન થતાં જરા રઘવાઇ ચૂકયો છું..
બંધ કમરામાં ઘણું બધું ગૂંગળાઈ ચૂક્યો છું..
બધા હુમલા બધી બાજુએ...
એમાં ને એમાં બઘવાઈ ચૂક્યો છું..
બસ આમ જ બધેથી ભૂંસાઈ ચૂકયો છું.. આમ જ હવે ભૂંસાઈ ચૂક્યો છું...