નૃત્ય કરતી આ નિગાહ, પ્રકૃતિના ખોળે રમે છે
ભાવ સદ્રશ ચિતાર માં, અંતઃકરણમાં રમે છે,
આછી પાતળી રેખા દોરી લીધી, પ્રેમ સ્વરૂપ માં,
રંગીન મોરપીંછ શી, ચારેકોર ચકડોળે રમે છે,
રૂગ્ણ છે હ્રદય ની ભાવના માં,. તરબોળ રહેતી,
નીત નવીન ઝંખનામાં , જકડ્યા કરતી જ રમે છે,
દહેશત રહેતી કદી , દુર્લભ દ્રશ્ય દ્રષ્ટિ માં ખોઈ,
અનંત ના ખોળે ખેલતાં, અંતરતમ ચેતના રમે છે,
આનંદ સહજ સ્વાભાવિક, સ્વરૂપ અંતર્ગત એવું,
નયનરમ્ય પ્રેમ સ્પંદિત થતું, વિશ્વ ચૈતન્ય રમે છે,