સત્ય એ છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, પૈસા, પોઝિશન કે પહોંચને પેલે પાર એક શબ્દ છે, ‘સંસ્કાર’. કોની પાસે કેટલા પૈસા છે, કોણ નોકરી કરે છે ને કોણ માલિક છે, એના પરથી મોટા-નાનાનો નિર્ણય ન થઈ શકે. જે સજ્જન છે, સંસ્કારી છે, બીજાની મદદ કરી શકે છે, કોઈને અપમાનિત નથી કરતા અને ઉંમરનો લિહાઝ કરી શકે છે એ બધા ‘મોટા’ છે. જે આ નથી કરી શકતા, એનાથી નાનું બીજું કોઈ નથી. Good morning