વધવું હતું જીવનમાં આગળ,
માટે જ ઝઝૂમી દરેક મુસીબતના વંટોળ સાથે,
કર્યો સંઘર્ષ સફળ થવા માટે,
અને વધી આગળ જ્યાં, ત્યાં રોકી મને કોઈએ આવી પાછળથી,
અને એ હતી મારી જિંદગી,એ પૂછી રહી હતી કે શા'ને કરે છે ઉદ્યમ આટલો?
મેં કહ્યું ગમતી મંઝિલને પ્રાપ્ત કરવા, ત્યારે બોલી જિંદગી કે તું જે મંઝિલ માટે ઝઝૂમી રહી છે એ તો માત્ર ક્ષણિક ખુશી હશે હશે તારા સફળ થયાની,
બાકી દરેકને એમની આખરી મંઝિલની ખબર જ હોય છે,
તો પણ મને માણવા, નામ અને પ્રતિષ્ઠા કમાવવા એક ચોક્કસ મંઝિલ કરી લેતા હોય છે નક્કી,
જેની મનુષ્યને ખબર હોય છે એજ એની છેલ્લી મંઝિલ હોય છે,
અને સમજાવ્યું એણે જીવનની છે સાચી સફળતા એ કે આપણે હોઈએ ત્યારે જ યાદ કરે આપણને,
બાકી જેની હોય શોકસભા અને એને જ ન હોય જાણ કે કોણ કરી રહ્યું છે યાદ તો એનો શું મતલબ?
અને આ રીતે જિંદગી પણ ખુદની ફિલસૂફી કમાલની રીતે સમજાવી ગઈ!
#વધવું