થેલીમાં રહી ગયેલો ભીંડો!
અરે આ શી કરુણાતિંકા!
શું ધાર્યું હતું અને શું થયું?
કેટલાં દુઃખો વેઠ્યાં !
છોડ પરથી ચૂંટાયો,
કોથળે પુરાયો.
ટેમ્પે ધકેલાયો,
હડદોલા ખાતો
શાકબજારે આવ્યો.
ટોપલે ઠલવાયો,
હાશ
મોકળાશ મળી,
ત્યાં તો ત્રાજવે તોળાયો.
બાંધવો સાથે
થેલીમાં ઝીલાયો.
ઝૂલતી થેલી મજાની,
પણ રે! કમનસીબી!
બધા સાથે હું ના ઠલવાયો,
રહી ગયો એકલવાયો,
દોરામાં ગયો અટવાઇ.
શી ગતિ થઈ આ મારી!
શોકમાં શરીર ગયું સંકોચાઈ.
સફળ થઈ ના સફર મારી.😢
વર્ષા શાહ