ગુમસુદા છું હું અહીં,મને મારી તલાશ છે,
વજૂદ વજહમાં મારી મને મારી તલાશ છે;
સ્પર્શ કર્યો રંગીન મિજાજ, ફુલોનો ગજબ,
નજાકત ભરી શબનમી માં ,મારી તલાશ છે;
તુટી ને વિખરાઈ ગયું, જાણે જીવન મારું,
તણખલાં ગુંથતી સુઘરીની,મારી તલાશ છે;
રાખ થઈ જાય છે દીવાસ્વપ્ન નિમિત્તે પણે,
વેરણ ઊંઘમાં રાતે સ્વપ્નની મારી તલાશ છે;
ઊફ નહીં ચૂપ રહી શકે ના, ધર્મ સંકટ માં,
અકળ કળાના એ મૌન ની, મારી તલાશ છે;