#દૃષ્ટિ
આજે બીજો દિવસ હતો મુલાકાતનો,રાહુલે પોતાના શબ્દોનાં બાણ થી રિદ્ધિને ખૂબસુરતીની ચાદર ઓઢાળી દીધી,જોકે રિદ્ધિ પહેલેથી જ ખુબ સૂરત હતી છતાં પણ રાહુલના શબ્દો જાણે એના દિલને સ્પર્શી ગયા. રિદ્ધિ પોતાના લગ્ન જીવનમાં ખુબ ખુશ હતી જ છતાં પણ રાહુલના શબ્દો અને તેનો વહેવાર રિદ્ધિને પોતાના તરફ આકર્ષિત કરતા રહ્યા અને રિદ્ધિ તેમાં અંધ બની ઉતરતી ગઈ,શાયદ સ્ત્રી સ્વરૂપ અને એમાં પણ તેના અંગત જીવનમાં કૈક ખુંટીયાનો અહેસાસ તેને રાહુલ તરફ ખેંચતો ગયો.
અમુક દ્રષ્ટિનો કમાલ જ કૈક એવો હોય છે કે જેને પોતાના જીવનમાં કશું જ ખૂટતું ન હોવા છતાં પણ અંદરો અંદર કંઈકને કૈક ખુંટીયાનો અહેસાસ થતો જ હોય છે. માણસ ગમ્મે તેવો બુદ્ધિશાળી હોય પણ તેનું મન છે ને ક્યારેય ધરાતું નથી . આજ નહીં તો કાલ એને ગમતું મળવાનું હોય ને ત્યારે પાછું વળી ને નથી જોતો અને પોતાના મનનું ધાર્યું કરવા તે કોઈ પણ હદે જાય જ છે.
રિદ્ધિ રાહુલના પ્રેમમાં પડતા રહી ગઈ,કારણકે એને પોતાની હકીકતનો આભાસ થઇ ગયો,જોકે એકવાર તો એણે એ દિવસ જીવી લીધો જેને એ વર્ષોથી એકાંતમાં શોધતી હતી.
પણ પણ આ બાજુ તેનો પતિ કોઈ બીજી યુવતીના પ્રેમમાં પહેલેથી જ પડેલો હતો,અને એણે રિદ્ધિને વાત કરી અને બધું જણાવી દીધું અને રિદ્ધિને છોડી જવાનો નિર્ણય લઇ લીધો. રિદ્ધિ એ વાત સાંભળી અસમંજસમાં મુકાઈ ગઈ,તેણે પતિને વાત કરી સમજાવ્યા પણ પતિ ન માન્યો કારણ કે રિદ્ધિને એ બહુ પહેલા જ ગુમાવી બેઠો હતો,એને રિદ્ધિ પાસેથી જે જોઈતું હતું એ તેને કોઈ પર સ્ત્રી પાસેથી મળવા લાગ્યું અને તે એના પ્રેમમાં ગળાબૂડ ઉતરી ગયો હતો.
નોંધ:-જે જીવનમાં ઘણું હોવા છતાં બહુ વિચાર કરે છે ને, આ નથી,પેલું નથી ,આ ખૂટે છે ,પેલું ખૂટે છે ,તે ક્યારેક ને ક્યારેક હોય એ પણ ગુમાવી દે છે. રિદ્ધિ પરણિત હતી છતાં રાહુલને મોહી ગઈ,અને તેનો પતિ બીજી કોઈ યુવતીના પ્રેમમાં પડી ગયો.
Dp,"પ્રતીક"