પારાવાર છે ઉપકાર એના જોજો કદી વીસરાય ના.
જન્મ આપી, ઉછેરી મોટા કર્યા જોજો ભૂલાય ના.
સ્વાદ ત્યાગી પોતેને રક્ષા કરી તમારા દેહની માતાએ,
તમારા નામે જેને શબ્દો સૂકાતા જોજો વગોવાય ના.
કાળજી તમારા વિકાસની જેણે હરપળે રાખી સદા,
થતાં મતભેદ વર્તને એને રાહ વૃદ્ધાશ્રમની ચીંધાય ના.
ઈશથીય અધિક ઉપકાર એના હેત વરસાવી જીવ્યાં,
કરી અપમાન કદી ભૂલેચૂકે એની સામું બોલાય ના.
સુધારજો વધતી વયે જન્મારો એનો માન આપી તમે,
ઠારજો આંતરડી એની એવી પૂજા બીજી હોય ના.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#વીસરવું