Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેલાની યાદશક્તિ ખૂબ જોરદાર છે. એકવાર કંઇક ખબર પડે, વાંચે કે સાંભળે ને એટલે એને કાયમ માટે યાદ રહી જાય છે.
અને આને જુઓ! હજુ અડધો કલાક પહેલા જ કહ્યુ હતું ને ભૂલી ગયો.
ચાલો તમને પૂછું શું સારુ છે? યાદ રહી જવું કે વિસરાઈ જવું?
મારે માટે તો બન્ને સરખા છે. જીવનમાં ઘણી બાબતો એવી છે જે યાદ રાખવા કરતા વિસરાઈ જાય ને તે જ સારું છે. બાબત વિસરાઈ જવાની આદત સંબંધો સાચવવામાં ખૂબ જ મદદ કરે છે. યાદ જ નથી હોતું કે શા માટે ઝગડો થયો હતો તો વાત વર્ષો સુધી ખેંચાતી જ નથી.
શુ યાદ રાખવું અને શું વિસરવું એ જો આપણે શીખી લઇએ ને તો દુઃખી થવાનો પ્રશ્ન જ રહેતો નથી. ઘણી વાર જીવનમાં આવતાં અમુક લોકોને વિસરી જઇએ ને તો ખુશ રહી શકીએ છીએ.
રાધા અને મીરાંની જેમ વાત ઐકયની હોય ત્યારે જ વિસરી જવું યોગ્ય બનતું નથી. હુ એ તુ જ અને તુ એ હુ જ, કેમ કરી વીસરુ તને.
#વીસરવું

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111424144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now