જખ્મી હતા સિતારા, ચાંદને ભી ક્યાં ભાન હતું...??
રડતું ભાસે જગત આખું..એ મારી યાદોનું અવસાન હતું..
અસ્પષ્ટ હતા કંઈક સંવાદો,અસ્પષ્ટ હતી અમુક યાદો..
યાદ હતો માત્ર તારો ચહેરો ને કાને અથડાયેલ તારી વાતો..
વાતોની એ વણજારનો વિરામ બનીને જરા પરવાર્યો છું..
છેલ્લો સમય છેલ્લો વિસ્મય ,કદાચ મોતને ભી અણધાર્યો છું.
અસ્ખલિત વહી તારી યાદો, રહ્યા જ્યાં સુધી અડગ શ્વાસો..
અંતિમ પ્રયાણ,છેલ્લું પરિમાણ,નથી બાકી હવે કોઈ નિસાસો.
સમય દર્પણના છેલ્લા આયનમાં બાકી હજી કઈંક ગાન હતું..
મીંચાઈ રહેલી આંખો મારી, ને સરનામું છેલ્લું સ્મશાન હતું..
એ મારી યાદોનું અવસાન હતું..હા યાદોનું અવસાન હતું..
#ચહેરો