તારા સાથની જરુરત મારે.
તારા હાથની જરુરત મારે.
એકલો અટૂલો ઝંખતો તને,
કો' સંગાથની જરુરત મારે.
લાગે જિંદગી લાંબી કેટલી,
પૂર્ણ મનોરથની જરુરત મારે.
રહે અડીખમ હરકદમ પર,
એવા નાથની જરુરત મારે.
કરી શકે મુકાબલો સંગ્રામે,
તીરને ભાથની જરુરત મારે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
.