માન....એવું આચરણ જે કોઈ ને ન આપ્યું હોય તો મનુષ્ય માટે સામાન્ય બાબત છે. પણ ક્યાંક થી ન મળ્યું હોય તો એનાં માટે બહુ મોટી બાબત છે. આજના સમયમાં માન આપતાં પહેલા વ્યક્તિ વિચારે જરૂર છે કે સામેની વ્યક્તિ એને યોગ્ય છે કે નહીં. અને જ્યાં સુધી પોતાનો કોઈ સ્વાર્થ ન હોય ત્યાં સુધી મોટે ભાગે આપવાનું ટાળે પણ છે. પણ એ ન મળે ત્યારે વિચાર નથી આવતો કે પોતે એ માન ને યોગ્ય છે કે નહીં.
#માન