હશે કંઇક તો તારામાં એવું કે કેટલાય આવ્યા તને લૂંટવા,
હશે કંઈક એવું કે વસ્યા અંગ્રેજો અહીં વર્ષો સુધી,
મંદિરો છે ને મસ્જિદો પણ, દેવળ છે ને આતશ બહેરામ પણ,
ગુરુદ્વારા છે ને કુદરતનું સૌંદર્ય પણ,
આ બધુ જે વર્ષોથી પૂજાય,
ગુફાઓ હોય કે વાવ કે અલગ ગામની અલગ બોલી હોય,
જયાં જઇએ ત્યાં કંઇક તો અચરજ હોય,
અજાણ્યાને પણ મળતો આવકાર હોય,
વડીલોનું હંમેશા ઊંચું સ્થાન હોય,
હાજી અલી હોય કે હોય Basilica of Bom Jesus,
સોમનાથ દ્વારકા કે પછી સુવર્ણ મંદિર,
હોય ઉદવાડાનું આતશ બહેરામ,
કે પછી હોય આવુ તો કંઇ કેટલુંય,
જોવા માટે જન્મારો ઓછો પડે
એવો ભવ્ય તારો વૈભવ એ મારા ભારત.
વિનંતિ ઓ ભાવિ પેઢી તને સાચવજે આ મારા ભારતનો ભવ્ય વારસો..🙏
#ભવ્ય