મારું ગુજરાત વ્હાલું ગુજરાત . . .
વ્હાલાં ! સ્થાપના દિવસનાં અશ્રુ સહર્ષ વધામણાં,
તારાં તાલે તાલ મિલાવી આગળ વધવાના શમણાં.
સર્વપ્રથમ સર્વોપરી મુગટ મારો ભારતીયતા,
લલાટે તિલક સમી મારાં ગુજરાતની અસ્મિતા.
સ્થાપના નાં તારી બીજ રોપાયાં,
હું માનું યજ્ઞોપવિત સંસ્કાર કરાયા.
ચિત્ત સઘળી સૃષ્ટિના બાગમાં છોને આળોટે,
વિચાર જગતના મનમંદિરે દીવો તારોજ પ્રગટે.
સરદારની અખંડિતતા નું ધન,
મહાત્માની અખંડ રામધૂન.
નરસિંહનાં વૈષ્ણવ જન નો પમરાટ,
ને નર્મદનું જય જય ગરવી ગુજરાત.
ઈશ્વરે આપ્યું રણ વરસાવી રેતી કુંજે કુંજે,
પાલિતાણા માં સદીઓથી નવકાર મહામંત્ર ગૂંજે.
આધ્યાત્મિકતાનો અમૂલ વારસો,
સંતવાણી બતાવે સૂચક આરસો.
સાક્ષાત મહાદેવ ગિરિ કંદરા તારાં,
નદીઓ માં વસે માં ગંગા અમારાં.
મારે મન હજી શિશુ તું નવજાત,
તારા પરત્વે પ્રેમ પામ્યો હું જન્મજાત.
માં અંબાભવાની ની ભક્તિમાં ઝૂમે નરબંકો,
તારાં ગરબા-ગરબીનો વિશ્વમાં વાગે ડંકો.
ગુજરાતી સ્વાદની આકાશગંગા વિદ્યમાન વિશ્વાકાશમાં,
વાનગીવૈભવનું આ વૃંદાવન વસે મારા શ્વાસોશ્વાસમાં.
ખીચડી છાસ રોટલાં ખમણ ઢોકળાં ને ઊંધિયું,
ગાંઠિયા ભાખરવડી ચેવડો ખાંડવી ફાફડા ને કચરિયું.
ભાણામાં શીરો કંસાર લાપસી,
પાકો ગુજરાતી જાય લપસી.
દૂધ પણ અહીં એકતાનું પ્રતિક,
ગુજરાતી અમે! પ્રગતિના પથિક.
મારાં પ્રિય કૃષ્ણ પણ ગુજરાતી,
દ્વારકાથી ધન્ય થઈ તારી ધરતી.
મારું ગુજરાત વ્હાલું આનંદિત ગુજરાત,
સૌનું મનગમતું સદાકાળ ગુજરાત.
ગર્વથી કહું હું ગુજરાતી....ગર્વથી કહું હું ગુજરાતી
✍🏿..પંકિલ દેસાઈ
#આનંદ #GujaratFoundationDay #ગુજરાતદિવસ
#1stMay