#આનંદ
ધરા કેવી આ પવિત્ર જ્યાં વસે ગીરધર ગોપાલ
મહાદેવની પાવન ધરતી એ કહેવાય સોમનાથ
ભરી ભંડારોને જમાડે હાથે જ્યાં વસે જલારામ
ઘજા લહેરાતી રાતી એવી જગદંબાનું એ ધામ
સત્ય વચનને જીવ આપ્યો એ હતા મોહનદાસ
દેશને આખો એક બનાવ્યો એ મહાન સરદાર
કલા જગતમાં નામ મોખરે મારૂ વડોદરા ગામ
એક કટિંગમાં પ્રેમથી પીવે એજ તો અમદાવાદ
નરસૈયાના પરોઢીયા ને ગરબાની ઘેલી બને રાત
આકાશી પેચ લડાવીને પ્રેમથી બાંધે દોર અગાશ
રંગીલો છે રાજકોટ ને સુરતી જમણ વખણાય
ચાંપાનેરનો વારસો તો બહુ બહુ અહીં ચર્ચાય
મેઘાણીની વાર્તાની ને મરજની ગઝલ સંભાળાય
દરિયે ઊભી દ્વારકા ને ડાકોરમાં ભકત હરખાય
"આનંદ" કેવો "બિંદી"ને અમે ગુજરાતી કહેવાય
હું છું એક ગુજરાતી એનો હંમેશા ગર્વ જ થાય
બિંદીયા