#કડવી_વાસ્તવિક_કલ્પના #હર્નિલ_હરિ
ગુજરાત ના સ્થાપનાદિન નિમિત્તે એક મોટી સભાનું આયોજન થયું હતું... જાહેર જીવન ના મહારથીઓ ના ભાષણ પત્યા પછી મંચ પર થી જાહેરાત થઈ કે શ્રોતાઓ માંથી કોઈને કાઈ કહેવું છે...
હું પણ વગર પૂંછડી ના વાનર ની પેઠે ઉભો થઇ ગયો ને કીધું મારે કહેવું છે... બધાએ તાલી પાડી મારુ અભિવાદન કર્યું,હું પોહચી ગયો સીધો મંચ પર...
મેં કીધું
"સૌ વક્તાઓ દ્વારા ગુજરાત નું અનેરું મહત્વ સમજાવવા માં આવ્યું જે ખૂબ સારું લાગ્યું, તે જોઈ ને મને થયું કે આજે અને આવતીકાલે આ મહત્વ જળવાઈ રહે તે અર્થે આપણે એક સંકલ્પ લેવો જરૂરી છે, તો ચાલો આપણે પોતપોતાની જગ્યા એ ઉભા થઇ હું કહું એ મુજબ એક સંકલ્પ લઈએ,
સૌ તો હતા ગુજરાતી એટલે શ્રોતાઓ માંથી એક ભાઈ એ કીધું પહેલા તમે બોલો પછી અમને બરાબર લાગશે તો બોલીશું...
મેં કીધું એવું રાખો ત્યારે..
મેં સંકલ્પ બોલવાનો શરૂ કર્યો કે
"આવનારા વર્ષ થી હું મારા પુત્ર કે પૌત્ર કે મારા ઘર ના કોઈ પણ બાળક હશે તેને હું ગુજરાતી માધ્યમ માં ભણવા મોકલીશ"
સાહેબ આ સંકલ્પ સાંભળતા જ આખું સભાસ્થળ ખાલી થઈ ગયું મુખ્ય મહેમાનો સાથે...
જય જય ગરવી ગુજરાત...
#હર્નિલ_હરિ