શબ્દ બની ને ચાલ ,વિહાર કરી લઈએ,
સંસ્પર્શ કરી ભાવે,  દિલને ભરી દઈએ;

કશુંક કચાશ છે,  સ્પર્શ વિના નયનરમ્ય,
શબ્દોને રૂપ મય ,બનાવીને, રમી લઈએ;

અહેસાસ થાય છે,  પોતિકા નો ગજબ,
ખજાનોએ સ્પંદનોનો, ચાલ ભરી લઈએ;

અશ્રુઓ માં મીઠાશ, મળી જાય હેતથી,
હેતાળ  હૈયાને  ,અનુરાગી , કરી  લઈએ;

દસ્તક દઈ હળવા હાથે,  હ્દયે આનંદમાં,
પ્રેમ સ્વરૂપમાં તદરૂપ , ઉત્સવ કરી લઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111417808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now