સાચુ બોલવાની આદત ઘણા ઓછા લોકો માં હોય છે,અને એમાય કલમ નો કિર્તાર મડિ જાય એટલે સત્ય સચવાય પણ જાય,
બોલેલું કોઇક દિવસ ભુલાય જાય પણ લખેલું વારે વારે વાંચીને યાદ રાખી શકાય,
તો હવે આજનો મુદ્દો એ છે કે આપણે હજારો કરોડો ની સંપત્તિ ના દેવાને માફ કર્યા બરાબર છે,અને એનો પુરાવો મારી પાસે છે,તો હવે જે લોકો ગરીબ કે જેવોએ લોન પર ઘર,મકાન,ગાડિ,દુકાન આ બધું લીધું હશે એનું શું,
હા ખબર છે કે તમે કિધેલુ કે ઇ-મેલ કરીને બેંકો ને આપી દેજો અને એની કાઇક સમય મર્યાદા પણ રાખી હતી,પણ ઇ-મેલ આજે કેટલા લોકોને કરતા આવડો તો હશે,અરે મારી જ વાત લયનો ને,મને જ ઇ-મેલ લખતા આવડતું નથી,તો એવા લોકોનું શું,
અને બીજું એ કે તમે લાઇટ બીલ પર શું કર્યું,મતલબ કે એમાં કાઇ છુટ છાટ આપી કે નય,હવે જે લોકો રોજ કમાય ને પેટ ભરે છે એને ત્રણ ચાર મહિનાનું એક હારે બીલ આવશે એ લોકો કેમ ભરી શકશે,
હવે અમે નિરવ કે માલ્યા જેવા તાકાવર તો છી નય,અમે સાધારણ જીંદગી જીવનાર ઇમાનદારી ની રોટલી ખાવા વાળા છીએ,
તમારી પર કોઇ આરોપ નથી લગાડતો પણ દુખ વ્યકત કરુ છું કે તમે જેમ અમે લાઇટ બીલ નથી ભરી શક્તા અને અમારી લાઇટનું કનેક્શન ટાઇમ સર કાપી જાઉ છો,અને અમારા થી બેરોજગારી થી કે ગરીબી માં એક બે હપ્તા છુટી ગયા હોય તો તમે ગુંડાઓ જોડે વસુલી કરાવો છો,એમ બધાની હારે એમ કેમ નથી કરી શક્તા,
કેમ અમે ગરીબાઈ માં જીવી છી એટલે,કેમ કે અમે લાચાર છી એટલે,કેમ કે અમે સમયસર ચાલી નથી શકતા એટલે,
તો સાહેબ આ જીવનમાં કોણ સમયસર ચાલે છે,અને હવે તો સમય એ જ એવી કરવટ બદલી છે કે બધા પાછળ રહિ ગયા છે,આજે કરોડો રુપિયા નહિં બરાબર થય ગયા છે, આજે અમીરી ગરીબી ની લક્ષ્મણ રેખા જ ભુસાઇ ગય છે,
તો આ મોકો છે માનવતા દેખાડવાનો અને લોકો ના દિલ જીતવા નો,અને આ બધી પરિસ્થિતિ માં તો તમને લોકો ના દિલ જીતવા એ તો અમીર અને નેતાઓને ખુબ અનુભવ છે, તો સમય કઠણ છે,અને દિલ આપણા બધાના નરમ જ હોવા જોઈએ,
થાય એટલું કરો,અને આપણું મુખ્ય અને પ્રથમ કેવાતા એવા કિસાનોને ખુબ સાચવજો,કેમ કે અનાજ તો ઇ જ પુરુ પાડવા ના છેને,ઇન્ડસ્ટ્રીઝ તો પછી આવે,બોવ છેલ્લે આવે,
બસ તમારા મન ના પટારા ખોલો અને દિલ થી બધાને સરખી નજર થી જુઓ,સંવિધાન ને આગળ રાખીને,બધા સચવાય રહે એવું કરો,
હું સામાન્ય લેખક છું,ખબર છે મને,પણ મારુ લખાણ સામાન્ય નથી,
લોકોની દુઆ જીતો,હાઇ નહિં,દુઆ કરતા હાઇ વધારે અસર કરે અને એ પાછી તહેસનેસ અને તબાહ કરી નાખે છે,
દુઆ પ્રાથના થી સમગ્ર જગત નું કલ્યાણ થાય છે,અભણ થયને આટલું લખી શકતો હોય તો તમે તો કેવા મોટા મોટા હોદ્દેદારો છો,અને પરમપિતા પરમાત્મા એ કેવું સરસ આપ્યું છે તો એ માનવતા ની સેવામાં,દેશની અર્થ વ્યવસ્થા માં રોકો,અને પછી જોવો કેવો આનંદ અને દુઆઓ મડેશે,
#આનંદ
આપનો પોતાનો,
દિપ'સ ગઢવી
👨✈️જય જવાન👨✈️🌾જય કિસાન🌾🇮🇳જય હિન્દ🇮🇳