નસીબમાં હશે તો મળશે. જોઈશું, જે થશે તે જોયું જશે. થશે તો કરીશું નહીં તો નસીબમાં હશે તે તો મળવાનું જ છે. શું આવુ બધુ મારા જ નસીબમાં લખાયું છે? તો શું દરેક વખતે નિયતિને જ દોષ આપવો જરુરી છે? કર્મ એવા કરો, મહેનત એવી કરો કે નિયતિ સામે ચાલીને આવે અને કહે કે લઈ લે આ તો તારું જ છે.
નસીબનું લખેલું મિથ્યા નથી જતું પરંતુ એને માટે કર્મ પણ કરવું જ પડે છે. તૈયાર ખાવાનું ખાવા માટે પણ હાથને તો કષ્ટ આપવું જ પડે. જો સામે પડેલી થાળી જોતાં રહીએ અને કોઈ આવીને ખવડાવે એની રાહ જોઈએ તો બની શકે નિયતિ એ કોળિયો કોઈ પ્રાણીના મોં માં નાખી દે.
જેવી પ્રવૃત્તિ કરીએ એવી જ નિયતિ થઈ જાય. નિયતિથી ભાગવાનો કોઈ અર્થ રહેતો નથી. નિયત લાચાર થઈ જાય છે જ્યારે નિયતિ પોતાનું ફ્ળ આપવાનું શરૂ કરે છે.
એક સાથે ત્રણ સિતારાઓ ગુમાવવા એ પણ કદાચ આપણી નિયતિ હશે. પ્રભુ ઈરફાન ખાન, રિશી કપૂર અને કુંદનિકા કાપડિયાજીની આત્માને શાંતિ અર્પે. 🙏 ૐ શાંતિ 🙏
#નિયતિ