Gujarati Quote in Microfiction by Dr Mahendra pawar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમો નમ:


    અોશો રજનીસ કહે છે, કે મનુષ્યની ઉત્પતિ જ સંભોગથી થઇ છે. જે વાસ્તવિક વાત છે આપણે સ્વિકારવી રહી. ખુદની હયાતીનું કારણ આના સિવાય ખરું ? જો હોય તો અે ચોક્કસ મનુષ્ય  ના હોય શકે.



મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ છે,૧ ધર્મ,૨ અર્થ,૩ કામ,૪ મોક્ષ.આ ચાર પુરુષાર્થમાંથી ભારતિય શિક્ષણમાં ત્રણ જ પુરુષાર્થનું શિક્ષણ આપવામાં આવે છે,કામને બાકી રાખવામાં આવે છે અેનું શિક્ષણ કોઇ આપતું નથી તો પણ સમયે સૌને આવડી જાય છે. મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ હોય તો અેક પુરુષાર્થની બાદબાકી  કેમ ? જેના થકી આપણો જન્મ થયો છે,જે પુરુષાર્થથી આપણી પેઢી અવતરણ થવાની છે તો આ પુરુષાર્થને અન્યાય કેમ ? અેના તરફ ધૃણા કેમ ? આવા સવાલો કોઇ દિવસ વિચારી જોજો. જે પુરુષાર્થની કોઇ શિક્ષા નથી,કોઈ જ્ઞાન આપતું નથી તો પણ સહજ રીતે મનુષ્યમાં સમયે ફલિત થાય છે,જે ભગવાને આપેલ અણમોલ ભેટ છે તેને જ ગળું દબાવી મારવાના પ્રયાસો વર્ષોથી હાથ ધરેલા છે અને આ પવિત્ર પુરુષાર્થ પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણનું પરિણામ સૌ ભોગવી રહ્યા છે...

          અમુક નિયમ છે.જો સ્પ્રિંગને વધારે દબાવામાં આવે તો ઉછળે અને નુકસાન પહોંચાડે,તે જ બાબત લોકોની મનોવૃતિઅે કરેલો છે.મનુષ્યમાં કામની ભાવનાના ઝરણાં ફૂટેને અે પોતે વિચારે કે મારે આના પર કાબુ કઇ રીતે મેળવવો ? મારે આનાથી કઇ રીતે છૂટકારો મેળવવો ?....

        મારું માનવું અે  છે કે છૂટકારો મેળવે પણ ક્યાંથી ? અે પુરુષાર્થમાં બિલકુલ અભણ છે. અેના શિક્ષક શુન્ય છે. બાળપણથી આજ સુધી સંભોગને ગાળ જ સમજી છે,જેનાથી આ આ જગતમાં તેની ઉત્પતિના શિક્ષણમાં સૌ અભણ બનાવી દેવામાં આવ્યા છે. તો બળાત્કાર,મારા મારી છેડતી,અપહરણ તો થવાનું જ. આ બાબતનું શિક્ષણ શુન્ય છે તો નિરક્ષર બીજું શું કરવાનો ?



     સંભોગઅે બાળકને યુવાન અવસ્થા સુધી પાપ છે,તેમ સમજાવવામાં આવે છે.બાળક બુદ્ધિશાળી હોય તો અવળા સવાલો કરે તો માર પડે!પછી વિચારે કે હમ....પાપ કરવા માટે જ ભાઇને ભાભી લાવવાના છે..આ છે આપણી જાગૃતિ,આ છે મનુષ્યો પ્રેમ ?...


        કામને સહજતાથી કોઇ દિવસ વિદ્વાનો સમજ્યા નથી,વાસ્તવિકતાને સ્વિકારતા નથી અને તેનો વિરોધ કરશે.મનુષ્યની ઉત્પતિથી લઇ પૃથ્વી પર મનુષ્યનાં અંત સુધી સંભોગ ચાલશે,તો હવે જ અેના વિશે નકારાત્મક દ્રષ્ટિકોણથી કેમ જોવામાં આવે ? મનુષ્યની ઉત્પતિ વખતે જ ભગવાન બુદ્ધિ અાપી હોત કે કામઅે પાપ છે,તો સૌ વિરોધ કરત?!



          જે સંભોગ વિશે ડર પૈદા થયો છે,સંભોગના કારણે ડર પૈદા થયો છે અેનું કારણ સૌ આપણે જ છે.

    બાકીની વાતો (ક્રમશઃ)

 

Gujarati Microfiction by Dr Mahendra pawar : 111416486
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now