#નિયતિ
ખૂબ જ મહેનત ની સાથે સાથે મહેન્દ્ર ભાઈએ નિયત પણ સારી રાખેલી એટલેજ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી ફેક્ટરી ઓના માલિક બની ગયેલા. ધીરે ધીરે પોતાનો બધો ધંધો પોતાના દિકરા ને નામે કરી પોતે નિવૃત જીવન ગાળશે એવી એમની ઈચ્છા હતી. પણ નિયતિ ના લેખમાં તો કંઈક બીજુ જ લખાયેલું હતું. નવી નકોર ગાડી માં પહેલા જ ટ્રાયલે એક્સીડન્ટમાં પોતાના એકના એક દિકરાનું મૃત્યુ પોતાની આંખ સામે જોઈને મહેન્દ્ર ભાઈ ભાંગી પડ્યા હતા. આમ મહેન્દ્ર ભાઈ ની ઈચ્છા પર જાણે નિયતિ એ ઠંડુ પાણી ફેરવી દીધું.