નિયતિ વિધાતા ભગ્યદેવતા કેટલા નામ છે એના
આખા જીવન નુ કર્મ છે એમા
સુખ દુઃખ નો હિસાબ છે જેની પાસે
સહુ કોઇ કહે નિયતિ ના લેખ છે એમા
બાળક ના છઠ્ઠી ના લેખ છે જેને લખ્યા
મા વિધાતા નામ છે એના
ભગવાને પણ લીધો જન્મ જ્યારે ભુમિ માથે
વિધિ ઍ લખ્યા છે કર્મ અનોખા એના માટે
જગતદાતા ઍ રાખી મર્યાદા લેખ માટે
ધર્મ માટે ઉઠાવી છે વાંસળી જેને
ક્યા ખબર હતી આ પામર જગત ને એમા
વાંસળી વાળા કાંટે ઘવાયા છે એમા
જગત મા સહુ કોઇ ના લેખ છે લખ્યા જેને
કવિ પણ એને વિધિ ના લેખ કહિ ગ્યા છે આજે
આમા થી એક પંક્તિ યાદ આવે છે.
વિધિ ના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય
શ્રવણ કાવડ લઈ ને ફરતો
સેવા માત પિતા ની કરતો
તિર્થે તિર્થે ડગલા ભરતો ચાલ્યો જાય જાય જાય
#Destiny