Gujarati Quote in Good Night by Krutika

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રાણાયામ

પ્રાણાયામ એટલે પ્રાણ + આયામ
પ્રાણ એટલે શ્વાસ કે જીવન શક્તિ અને આયામ એટલે વિસ્તાર આમ પ્રાણાયામ એટલે જીવનશક્તિ નો વિસ્તાર કરવો
પૂરક, કુંભક અને રેચક દ્વારા આ શ્વાસ નું નિયંત્રણ કરવામાં આવે છે
પૂરક એટલે શ્વાસ અંદર લઇ જવાની ક્રિયા
કુંભક એટલે શ્વાસ અંદર રોકવાની ક્રિયા
રેચક એટલે ઉચ્છવાસ બહાર કાઢવાની ક્રિયા
તેનો રેશિયો અનુક્રમે 1:4:2 હોય છે
એટલેકે જેટલો સમય શ્વાસ લેવામાં લાગે તેનો 4 ગણો સમય શ્વાસ રોકવો જોઇએ અને શ્વાસ બહાર કાઢવા માં બમણો સમય લેવો જોઈએ
એક સામાન્ય માણસ એક દિવસમાં 21600 વાર શ્વાસ લે છે. હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ વ્યક્તિ જન્મ લે એ સાથે તેને કેટલા શ્વાસની જીંદગી મળશે તે નક્કી થઈ જાય છે જેથી પ્રાણાયામ કરવાથી એક શ્વાસ લેવામાં વધારે સમય લાગતો હોવાથી આયુષ્ય વધે તેવી પણ માન્યતા છે

કોઈ પણ જાતની પ્રેક્ટિસ વગર ગમે ત્યારે કરી શકાતો પ્રાણાયામ એટલે શીતલી પ્રાણાયામ

આ બળબળતા વૈશાખ મહિનામાં તેમજ કોરોના મહામારી વચ્ચે માનસિક શાંતિ અને શીતળતા પ્રાપ્ત કરવા માટે તેમજ સ્ટ્રેસ ના આ માહોલમાં હાઇ બ્લડપ્રેશર માં ફાયદાકારક શીતલી પ્રાણાયામ ચાલો આપણે સૌ રોજ કરીએ
કૃતિકા

Gujarati Good Night by Krutika : 111411918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now