લાઈફમાં હોય આર્થિક કે પારિવારિક સમસ્યા તો અજમાવી જુઓ આ વાસ્તુ ટીપ્સ
ઘણીવાર એવું બને છે કે અચાનક જીવનમાં એક પછી એક સમસ્યાઓ વધવા લાગે. પરિવારમાં ક્લેશ થવા લાગે, આર્થિક સ્થિતિ કથડી જાય વગેરે વગેરે. આવી તકલીફ અચાનક આવી પડે ત્યારે વ્યક્તિ કંઈપણ વિચારી શકતો નથી. પરંતુ શું તમે જાણો છો કે આવી સમસ્યાઓ ઘરમાં નેગેટિવ ઊર્જા વધી જવાથી થાય છે ? નકારાકત્મક ઊર્જા વધી જાય તો ઘરની શાંતિનો ભંગ થાય છે અને પરિવારના સભ્યોને એકબીજા પ્રત્યે સ્નેહ ઘટી જાય છે. આવી સ્થિતિમાં અહીં આપેલી વાસ્તુ ટિપ્સ તમને ચમત્કારી લાભ કરશે. આ વાસ્તુ ટીપ્સ ફોલો કરી તમે જીવનની સમસ્યાઓ દૂર કરી શકો છો.
1. ધૂપ કરો ખુશ રહો
ઘરના વડિલોને આપણે સવારે અને સાંજે ઘરમાં ધૂપ કરતાં જોયા હોય છે. કારણ કે ધૂપ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. જો કોઈને ખરાબ નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જાય છે. તેના માટે લોબાન કે ધૂપબત્તીનો ઉપયોગ કરી શકો છો. સવારે અને સાંજે ગૂગળનો ધૂપ કરવાથી પણ લાભ થાય છે. તેને પ્રજ્વલિત કરી અને ઘરના દરેક રુમમાં ફેરવી ઘરની બહાર રાખી દેવો.
2. શંખ નાદથી લાભ
સનાતન ધર્મમાં શંખ નાદને મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યારે પૂજા કર્યા બાદ ઉચ્ચ સ્વરમાં શંખ નાદ કરવામાં આવે છે તો વાતાવરણમાં પવિત્રતા છવાઈ જાય છે. વાસ્તુમાં પણ કહેવાયું છે કે ઘરમાં પૂજા સમયે ઘંટડી કે શંખ અચૂક વગાડવો. આ ધ્વનિથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ અને શાંત થાય છે.
3. અચૂક મળે છે પૂજાનું ફળ
પૂજાનું પણ વાસ્તુ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જાતકને તેનુ ફળ અચૂક મળે છે. વાસ્તુ અનુસાર જો જીવનમાં સમસ્યાઓ આવતી જ રહેતી હોય તો નિયમિત રીતે પૂજા કરવી અને ભૈરવ રક્ષા કવચ અને માતા કાલીની પૂજા કરવી. આ ઉપરાંત નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જે પણ પાઠ કરો તેને સવારે અને સાંજે નિયમિત રીતે કરતા રહેવું.
4. સાફ સફાઈનું રાખો ધ્યાન
વાસ્તુશાસ્ત્રમાં સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપવાનું પણ કહેવાયું છે. કહેવાય છે કે જ્યાં ગંદકી થાય છે ત્યાં નકારાત્મક ઊર્જા વધારે હોય છે. આ જ કારણ છે કે ઘરમાં બાથરુમ અને ટોયલેટને હંમેશા સાફ રાખવું. આ જગ્યાએ રોજ સફાઈ કરવી. તેનાથી નેગેટિવ એનર્જી ફેલાતી અટકે છે.