માલિક અને નોકરના સંબંધો વળતર અને અપેક્ષા સંબંધિત હોય છે. એક કામ કરે છે અને વળતર મેળવે છે અને બીજો વળતર આપે છે અને સામે એને અનુરૂપ કામની અપેક્ષા રાખે છે. પણ જો આવું જ દરેક સંબંધોમાં થવા લાગે ને ત્યારે વિશ્વાસ સંબંધિત પ્રશ્નો ઊભા થવા લાગે છે.
બાળક અને વાલી, મિત્રો, પતિ - પત્ની --- આ બધા એવા સંબંધો છે કે જેમાં વળતર સંબંધિત અપેક્ષાઓ વધતાં એકબીજાથી દૂર થઈ જવાય છે. આમાં નિઃસ્વાર્થ પ્રેમ અને વિશ્વાસ જ મહત્વનો ભાગ ભજવે છે. આ સંબંધોમાં એકબીજાનો આદર, પ્રેમ અને કાળજી સંબંધિત વળતર જ સૌથી મોટુ વળતર હોય છે.
આમાં અપવાદ હોય તો પ્રેમીઓ. પ્રેમ સંબંધિત તમામ પ્રકારની અપેક્ષાઓ રાખવાનો તેમને અધિકાર મળી જાય છે. મોટા ભાગે આ અપેક્ષાઓ પૂર્ણ થાય છે કે નહીં તેનાં પર જ તેમનાં સંબંધની મજબૂતી નક્કી થતી હોય છે.
વળતરની અપેક્ષા વગરના સંબંધથી પવિત્ર બીજો કોઈ સંબંધ ન હોઈ શકે.
બસ, સંબંધો સંબંધિત મારા આ વિચારો છે. કોઇએ અંગત રીતે નહીં લેવા વિનંતિ.🙏
#સંબંધિત