#Belong
સંબંધો એ સંપાદિત ,સુખ દુઃખ ની અનુભૂતિ છે, પ્રાણી માત્ર પ્રાકૃતિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જીવન
એકબીજા પર અવલંબિત છે .આ સામાજિક સત્ય છે.
સંબંધો નું મૂલ્યાંકન અને સંપાદન ત્રણ પ્રકારે હોય છે.
૧. જન્મજાત સંબંધ, વંશજો
૨. સંપાદિત સંબંધ
૩. આત્મચેતના નો સંબંધ
દરેક વ્યક્તિ નો જન્મ થાય છે ,એ કુટુંબ ના લોહી ના સંબંધો હોય છે. જે ઋણાનુબંધ અંતર્ગત છે.
પરણવું , મૈત્રી, ધંધાકીય, રાજનિતિક , સામાજિક સંબંધો
એ રજસ ગુણ થી સંપાદિત હોય છે. એમાં સ્વાર્થ વિશેષ છે.
ત્રીજા ક્રમે, આત્મચેતના નો સંબંધ દેહધારી જીવો નો ઈશ્વર સાથે છે ,એ સહજ સ્વાભાવિક છે, તેમાં કોઈ સ્વાર્થ કે ઋણ ફેડવા નું હોતું નથી. ફક્ત સ્વયંની અનુભૂતિ
કરી મહાન ઈશ્વર નું સાનિધ્ય અનુભવી જીવન આનંદમય
અને પ્રેમ સ્વરૂપ ધારણ કરવાનું છે.
દુનિયાદારી ના ,કે લોહીના સંબંધ કબર કે સ્મશાન સુધી જ હોય છે. તેમાં વ્યક્તિગત અહંકાર અને સ્વાર્થ હોય છે. તે સંબંધો દ્વારા સુખદુઃખ ની અનુભૂતિ મન માં થાય છે.
====😂😂😂====😂😂😂======