Gujarati Quote in Poem by nirav kruplani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે કાવ્ય કરે
તે કાવ્યત્વ ને સ્પર્શે..

રજો તમોથી
એના સત્વને સ્પર્શે,

આબાલવૃદ્ધ સહુ
કોમળ શૈશવને સ્પર્શે...

જે કાવ્ય કરે....તે કાવ્યત્વને સ્પર્શે..

અંતરની વ્યથા
એક ઉત્સવને સ્પર્શે...

ઇન્દ્રધનું તેના
મેઘરવને સ્પર્શે...

જે કાવ્ય કરે....તે કાવ્યત્વને સ્પર્શે..

ત્યાગીત જીવ માત્ર
તેના વૈભવને સ્પર્શે...

જાણે પ્રેમઘેલી રાધા
વહાલા કેશવને સ્પર્શે...

હૈયું જાણે
હેતવને સ્પર્શે...

"નિતાંત" કોલાહલ કો
એકાંતના નીરવને સ્પર્શે...

જે કાવ્ય કરે
તે કાવ્યત્વને સ્પર્શે...!!

---@$તુ.!!

Gujarati Poem by nirav kruplani : 111408231
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now