#જન્મ
એ રાતનાં મીઠાં જન્મે છે એ રમ્ય સ્વપ્નનું શું કહેવું!
એ ચંદ્રવદન, એ પુષ્પબદન, એ ચિત્તચોર નયનનું શું કહેવું!
નિન્દ્રાનું મનોહર સ્વપ્નજગત એ, સ્વર્ગ મને લાગે છે,
દિલ એજ સુહાની રાતો ને એ સ્વપ્ન મઘુરાં માગે છે,
નિન્દ્રા માં રહે છે જાગ્રત મન, એ એને નીરખવા માગે છે,
દ્રષ્ટિએ પડે છે સ્હેજન અને જે દૂર નજરથી ભાગે છે,
એ દ્રષ્ટિથી ઓઝલ થાય ત્યાં હિરેન જસ્કીને જાગે છે,
એ રાતનાં મીઠાં જન્મે છે એ રમ્ય સ્વપ્નનું શું કહેવું!