0*🔔કાયમી હોમ કવોરેન્ટાઇન હોય છે માતાપિતા🔔*
કંટાળો આવે છે ને ! ચીડ ચડે છે! કંઈ સુઝતું નથી! અકારણ કોઈ પણ વાત પર ગુસ્સો આવી જાય છે!
અઠવાડીયામાં તો ક્યારે આ લોકડાઉન પતે ને બહાર નિકળી જઉં ઘરમાંથી એવું લાગે છે ને? મને પણ એવું જ લાગે છે. પણ આજે આ જ વિચાર સાથે મગજમાં એકદમ જ બીજો વિચાર પણ આવી ગયો.
*આટલાં દિવસમાં આપણાં આ હાલ છે તો આપણાં ઘરે જે રિટાયર્ડ થઈને બેઠાં છે એ વડીલોનું રોજ શું થતું હશે ? એ લોકોને એક એક દિવસ કેમનો જતો હશે ? એ બધાં તો પરમેનન્ટ હોમ ક્વોરેન્ટાઈન જેવુ જ જીવે છે* 😥
ના, હું બધાં જ વડીલોની વાત નથી કરતો. ઘણાં બધાં વડીલો પ્રવૃતિઓ કરતાં હોય છે. હરતાં ફરતાં હોય છે. અને ઘણાં મિત્રો પણ હોય છે એમને. સમય પસાર કરવા ઘણું બધું કરતાં હોય છે. મારાં પોતાનાં ઘરમાં હજી બધાં જ વડીલ કોઈ ને કોઈ પ્રવૃતિઓમાં વ્યસ્ત છે.
*પણ એ વડીલોનું શું જેઓ કદાચ શરીરથી અથવા કોઈ બિમારી કે હાથ પગ સરખાં ના ચાલવાને લીધે ઘરમાંથી બહાર નથી નિકળી શકતા ! કોઈ પ્રવૃતિ નથી કરી શક્તાં ! આપણે એટલાં વ્યસ્ત હોઈએ છીએ કે ઘણીવાર એમને કોલ પણ કરવાનો સમય નથી મળતો. આજે આપણે પુરાયેલા છે તો આપણે બધાંને કોલ કે મેસેજ કરીને સમય પસાર કરીએ છે. ઈન્ટરનેટ, ટીવી ને બીજું ઘણું બધું છે આપણી પાસે તો પણ થાકી ગયા છે. કેમ કે ના કોઈ કામ છે, ના કોઈને મળી શકીએ છીએ. બસ આ જ દશા ઘણાં વડીલોની હાલ પણ છે. ___________પરમેનન્ટ હોમ ક્વોરેન્ટાઈન*'
એમને કાઢીશું આ પરમેનન્ટ હોમ ક્વોરેન્ટાઈનમાંથી બહાર ?
વિચારજો ,જો તમારા ઘરમાં આવા કોઈ વડીલ હોય તો. એમને પણ તમારો સમય જોઈતો હશે. તમે આપી શકો છો ? પ્લીઝ આપજો હવે. તમને નાનપણમાં રોજ નીચે કે ગાર્ડનમાં આંગળી પકડીને ફરવા, રમવા લઈ જતો હાથ આજે રાહ જોઈ રહ્યો હશે કે એમનો હાથ પકડીને એમને પણ ક્યારેક કોઈ બહાર લઈ જાય! કહી નહી શક્તા હોય તમને પણ રાહ જોતાં હશે.
ઘણું બધું બદલાઈ ગયું છે આ ફાસ્ટ લાઈફનાં ચક્કરમાં. *કદાચ કુદરત એ એટલે જ બધું ટ્રેક પર લાવવા માટે આપણને આ સમય આપ્યો છે*. તો હવે વિચારજો. અને એમને મહિને કે પંદર દિવસે એક વાર તો વડીલોને ગમતી જગ્યા પર લઈ જઈને એમની વાતો સાંભળજો અને પછી એમની સ્માઈલ જો જો. ખરી ખુશી એમાંથી જ મળી જશે.
🙏