૨૦૧૯ ના ઓસ્કાર એવોર્ડ માં મેઈન કેટેગરી માં બેસ્ટ ફિલ્મ નો એવોર્ડ જીતનારી Parasite ફિલ્મ નો સાર મારી નજરે...
એક નાના ગરીબ કુટુંબ નો સંઘર્ષ, કીડી ની જેમ વારંવાર નીચે પડીને ઉઠવાનો ખરો પણ મંઝિલ નો દૂર દૂર સુધી અણસાર નહિ દેખાય એવો. ઈશ્વરે આપેલા ઈશારા ને આ તકસાધુ ચાર વ્યક્તિઓ કેવા ભયાનક વળાંકોથી દુઃખદ અંત આપે છે તે ખળભળાવી મૂકે એવું ચિત્રાન્વિત થાય છે. ધનવાન અને ગરીબ વર્ગ વચ્ચે ની ખાઈ માં ધનવાન ની સારપ ને દાટી તેના પર ગરીબ ની મહેચ્છાઓ નો મહેલ બાંધવાની કોશિશ ને કામિયાબ બનાવવા ગરીબ ઘણા પેંતરા રચે છે પરંતુ ઈશ્વર ગણો કે કુદરત નો ફેંસલો અફર છે .
મધપૂડા માં થી છંછેડાઈ ને નીકળેલી મધમાખી ના ઝુંડ જેવી ગતિ થી આવતી વૃત્તિઓ ને સ્વીકારવી, દબાવવી ,ફંટાવા દેવી કે રચનાત્મક રીતે વાળવી બધુજ આપણા હાથ માં.
બક્ષિસ રૂપે મળેલા પથ્થર ને શોભા માં મુકવો , ગળે વળગાડવો પાણી માં નાખવો કે તેને પારસમણિ સમજવો બધુજ વ્યક્તિગત સમજદારી ને આધીન.
ગંધ અને દુર્ગંધ ની ભેદરેખાઓ ને વીંધી ને જતું જીવન સમજવામાં નિષ્ફળ ધનવાન કુટુંબ તેની બહુ મોટી કિંમત ચૂકવે છે.
છેવટે Parasite યજમાન કુટુંબ ને ઓહીયા કરી અન્ય કુટુંબ ની શોધ માં લાગી જાય છે .
-મનીષા
#સાર