Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા ઘરમાં જોવા મળે આ સંકેત તો સમજી લો પરિવારમાં શરૂ થયો છે ખરાબ સમય

જ્યોતિષમાં કુલ 9 ગ્રહો બતાવ્યા છે અને આ બધા ગ્રહોની અલગ-અલગ અસર હોય છે. આ નવ ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુ છે. તેમાં શનિની સ્થિતિ ઘણી મહત્વપૂર્ણ હોય છે, કારણ કે શનિ ન્યાયધીશ છે અને આપણા કર્મોનું ફળ પ્રદાન કરે છે. આ કારણે તેને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિને જેવા કર્મ કર્યા હોય, તેવું જ ફળ શનિ તેમને પ્રદાન કરે છે. શનિ 18 એપ્રિલથી ધન રાશિમાં વક્રી થઈ ગયો છે. તેના લીધે કેટલીક રાશિઓ માટે અશુભ સમય શરૂ થયો છે.જે લોકને શનિને કારણે ખરાબ સમયનો સામનો કરવો પડી રહ્યો હોય, તેમના ઘરમાં કેટલાક અશુભ સંકેત જોવા મળે છે. વગર કુંડળી જોયો ઘરના સંકેતોને સમજી શકાય છે કે પરિવારમાં કોઈની માટે શનિ અશુભ થઈ ગયો છે કે નહીં.

વારંવાર બૂટ-ચપ્પલ તૂટી જવા કે ખોવાઈ જવા-

જો આપણા ઘરમાં કોઈ વ્યક્તિના બૂટ-ચપ્પલ વારંવાર તૂટી જતા હોય કે ખોવાઈ જતા હોય તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિ પર શનિની અશુભ અસર શરૂ થઈ ગઈ છે.

કોઈ ગરીબ વ્યક્તિને લીધે નુકસાન થઈ રહ્યું હોય-

શનિ ગરીબ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જો કોઈ ગરીબ વ્યક્તિને લીધે પરિવારમાં કોઈને નુકસાન થઈ જાય તો સમજી લો કે તેની કુંડળીમાં શનિ અશુભ થઈ ગયો છે. એવી સ્થિતિમાં તે ગરીબ વ્યક્તિ પણ ક્રોધ ન કરો, નહીંતર પરેશાનીઓનો વધી શકે છે.

ઘરમાં જોવા મળે છે વધુ કરોળિયા-

જો ઘરમાં પૂરી રીતે સાફ-સફાઈ કરવામાં આવતી હોય તેમ છતાં વધુ કરોળિયા જોવા મળે તો સમજી લો કે આ પણ અશુભ શનિનો જ સંકેત છે. અશુભ શનિને કારણે ઘરની આસપાસ સાફ-સફાઈનો અભાવ જોવા મળે છે.

પિતા સાથે વાદ-વિવાદ થવો-

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ હોય તો તે વ્યક્તિને પોતાના પિતા સાથે વારંવાર વાદ-વિવાદ થતો રહે છે.

કરો આ ઉપાય-

જો ઘરમાં આવા સંકેત જોવા મળે તો દર શનિવારે તેલનું દાન કરવું જોઈએ. રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ ગરીબ વ્યક્તિને છત્રીનું દાન કરવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111404520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now