Gujarati Quote in Microfiction by Jayshree Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડિયાળ

સમયને બતાવતું ચક્ર બે ને સાથે ત્રીજો કાંટો એટલે પળને ઝડપથી દોડાવતો કાંટો...સમય જતાં વાર નથી લાગતી.
ઘડિયાળ મારા જીવનનું મહત્વનું ટીકટોક..ચાવી પૂર્ણ થાય ને એક અવાજ રણકે *જયુબાઈ ! જરા ધડિયાળને ચાવી આપી દેજો.હું પણ એવી કે બંધ થયેલી ઘડિયાળ જોઉં ,છતાં પેલી ગુંજ ન ઉઠે ત્યાં સુધી ચાવી ન આપું.
સમય વિતતો ગયો ને તેણે મોટી બનાવી દીધી,ચાવી ને ધડિયાળનનો સાથ છૂટ્યો..સમયનો નહિ.વારંવાર ઘરે આવતી તો ઘડિયાળ તો ચાલતી જ.
૧૩ નવેમ્બર ૧૯૮૮ ને દિવસે પિતાજીના દેહને લઈ ઘરમાં પ્રવેશી તો ઘડિયાળ ૭.૩૦ બંધ થઈ ગઈ હતી..એજ ગુંજની રાહ જોય પણ બન્નેનો સમય તો ..!

જયશ્રી પટેલ
૧૭/૪/૨૦૨૦

Gujarati Microfiction by Jayshree Patel : 111400455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now