Friday the 13th એટલે કે શૈતાનનો દિવસ, શા માટે લોકો માને છે અપશુકનિયાળ
દુનિયાના અનેક દેશોમાં આ દિવસને (13 તારીખ + શક્રવાર) અશુભ માનવામાં આવે છે. તેને Friday the 13th કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે શુક્રવારના 13 તારીખનો યોગ બને છે, તે દિવસે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. ઈસાઈ ધર્મના લોકો તેને શૈતાનનો દિવસ પણ કહે છે. ભારતમાં રહેતા ક્રિશ્ચિયન કોમ્યુનિટીના લોકો પણ તેને અશુભ દિવસ માને છે.
શા માટે અશુભ છે 13નો અંક
13 નંબર સાથે અનેક અંધવિશ્વાસ જોડાયેલા છે. ન્યૂમરોલોજીમાં તેને અપૂર્ણ માનવામાં આવે છે. તેનું કારણ છે કે 13 અંક 12 પછી આવે છે, કારણ કે તેને કોઈ પણ નંબરથી ડિવાઇડ એટલે કે ભાગ્યાકાર નથી કરી શકાતું. એટલે આ નંબરમાં સંતુલનની કમી માનવામાં આવે છે. તેમજ થોડા સમય પહેલા સુધી રોમમાં ફાંસીની સજા શુક્રવારના આપવાનું ચલણ હતું. એક સદી પહેલા સુધી અમેરિકામાં પણ આ પરંપરા હતી. એટલે આ માન્યતા પ્રચલિત થઈ ગઈ કે 13 નંબર અને શુક્રવારનો યોગ અશુભ હોય છે
આવો છે 13નો ખતરનાક ભય
દુનિયાના અનેક દેશોમાં 13 નંબરનો ખતરનાક ભય એવો છે કે 13 તારીખના લોકો યાત્રા કરવાથી બચે છે. તેમજ કોઈ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર પણ નથી નીકળતા. કેટલાક દેશોમાં બિલ્ડિંગ્સમાં 13 નંબરનો ફ્લોર અને ફ્લેટ પણ નથી હોતો. ઈસાઈ ધર્મમાં પણ 13 તારીખને અશુભ માનવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માને છે કે 13 તારીખના જ ઈસા મસીહને સૂલી પણ ચઢાવવામાં આવ્યાં હતાં.
આગળ વાંચો, અન્ય દેશોમાં ક્યા અંકને અશુભ માને છે...
ટેરો જ્યોતિષમાં 13ના અંકને મોતનો અંક માનવામાં આવે છે. મોતથી અહીં અર્થ છે આવનારો મુશ્કેલ સમય. એટલે કે 13નો અંક જીવનમાં આવનારી પરેશાનીઓ વિશે પણ સંકેત આપે છે. 13 અંકનો અર્થ છે કે તમારો મુશ્કેલ સમય શરૂ થઈ ગયો છે અને આગળ જતા રસ્તા પર ખતરો જ ખતરો છે.
આ દેશોમાં પણ છે અશુભ અંકોની માન્યતા
- ચીનમાં 4 નંબરને અશુભ માનવામાં આવે છે. આ અંકને ત્યાં મોત સાથે જોડીને જોવામાં આવે છે.
- જાપાનમાં 9 નંબરને અશુભ માનવામાં આવે છે. તેને ત્યાં કષ્ટ અને દુઃખનો અંક કહેવામાં આવે છે.
- ઈટલીમાં 17 તારીખ અને શુક્રવારના દિવસને સારો દિવસ નથી માનવામાં આવતો.
- અફગાનિસ્તાનમાં 39 નંબરને અશુભ માનવામાં આવે છે.