મને છળી ને હું જઈશ ક્યાં ?
તને ખોટો કળીને હું જઈશ ક્યાં ?
તું,હું અને દોસ્તી...બસ નહીં ?
આપણા વચ્ચે અભિમાન લાવીને તું જઈશ ક્યાં ?
નિર્ભયતા, પોતાપણું અને સલામતી
તારા અલીગનથી છૂટી ને હું જઈશ ક્યાં ?
તને ના હોઈ પરવાહ કોઈની, ના સહી.
પણ જેને તારી છે એનો સંગાથ છોડીને દોસ્ત તું જઈશ ક્યાં ?
વિચારવું,વિનવવું અને અપનાવી લેવું
આ સંબધના પાયારૂપ મૂલ્યો તોડી તું જઈશ કયા ?
-ભ્રાંતિબા