લઘુ વાર્તા
આજ અચાનક એની મુલાકાત એક લગ્નમાં થઈ એ ઉતાવળ માં હતો ને મારતરફ એનું ધ્યાન ગયુજ નહીં મેં વેઈટર ને કહ્યું કે પેલા સાહેબને કેજે કે ત્યાં ઉભેલ મેડમ તમને બોલાવે છે
વેઈટર તો ત્યાં જઈ ને કહી દીધું કે પેલા પિંક સાળી વારા મેડમ તમને બોલાવે છે
બહુ છેટે ઉભેલ જતીન અચાનક અજાણ્યા ગામમાં કોય બોલાવેછે તે સાંભળી ને વિચારમાં પડી ગયો ને મારી બાજુ જોયું
પણ વચેજ એક મોટી ઉંમરના બા અવિગયા જોગાનુજોગ એને પણ પિંક સાળી પહેરેલ ને જતીન ત્યાં જઈ ને તે બાને કહે બોલો માં શુ? કામ હતું!. બા પણ વિચારે ચડી ગયા ને કહે મારે કશું કામ નહતું
પણ ત્યાંતો હું પહોંચી ગઈ ને કહ્યું મારે કામ હતું .
જતીન મને જોય ને અવાક રહી ગયો
તું અહીં આ સિટી માં ક્યાંથી ?
કેમ શુ ?
કોઈ કામ ?
વગેરે સવાલો કરવા માંડ્યો
મેં કહ્યું આ સુરત તારું એકલનું છે
ચાલ ત્યાં બેસીને વાત કરું
પછી બાની માફી માંગી ત્યાંથી બાજુમાં પડેલ સોફા પર બેઠા ને માંડીને ટૂંકમાં વાત કરી કે ગવર્મેન્ટ સ્કૂલમાં નોકરી મળી ગઈ છે ને મારી પોસ્ટ પણ અહીં સુરત ના નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં થઈ છે ને અમારા ગામનો છોકરો પરણવા અહીં જાન લઈ આવેલ છે ને હું મહેમાન તરીકે છું
અને તું અહીં શુ કરેછે ? મેં જતીનને પૂછ્યું તે કહે કે હું પણ મેરેજ માં ફોટોગ્રાફીનું કામકાજ કરું છું ને આ ઓડર પણ મારી ટિમ કરી રહી છે
મેં કહ્યું તે મેરેજ કરી લીધા કે નહીં ? જતીન જરા રહીને બોલ્યો
"હા એનું નામ પણ માધુરી જ હતું "
ને ચૂપ થઈ ગયો .
કેમ હતું ?મતલબ તે નામ પણ બદલાવી દીધું કે શું ? તેં કશુંજ બોલ્યા વગર પોકેટમાંથી એક તસ્વીર બતાવી ફૂલનો હાર પહેરેલ ને તેમાં લખેલ હતું
"સ્વ માધુરી જતીન" , અણમોલ જોડી નું મોતી જાણે ખોવાય ગયું હોય તેમ તસ્વીર પાછી પોકેટમાં મૂકી ને મને પૂછ્યું તેતો મેરેજ કરી લીધા હશેને ?
હા મેં પણ મેરેજ તો કરી લીધા પણ હુએ તારી જેમ એકલીજ છું કેમકે તેને દારૂ પીવાની આદત હતી .
હતી મતલબ ?અચાનક જતીન બોલ્યો
હા હતી હવે નથી એ કે નથી એનો દારૂ હું પણ છૂટી ને એપણ ગયા એને રસ્તે
દારૂએ મને વિધવા નબાવી ને પછી મેં મારી ડીગ્રી ને હિસાબે સરકાર પાસે ભરણ પોષણ માટે અરજી કરી ને પ્રાથમિક સ્કૂલમાં મને નોકરી મળી ગઈ ને અહીં રહું છું
નહિતર તને ખબરજ છે કે મારે સુરત ક્યારેય આવવું જ નહોતું પણ નસીબ લઈ આવ્યું
જતીને મારો હાથ પકડી ને કહયું
મધુ તું ચિંતા ન કરતી કોઈ જરૂરત હોય તો મને ફોન કરજે નંબર આ છે ને કાર્ડ આપી ને ગયો .
ઘણો સમય વિચારી ને એક નિર્ણય લીધો ને જતીનને ફોન કરી મુલાકાત કરી પાપને પણ વાત કરી જતીને પણ એની મમીને વાત કરી
એક દિવસ કોર્ટ મેરેજ કરી ને સુખે રહેવા લાગ્યા એ વાતને આજે લગભગ 5 વર્ષ નો સમય ગાળો વીતી ગયો દીકરી દીકરો એમ બે સંતાનો છે
બાળકો સ્કૂલે જતા રહે
મેં પણ નોકરી છોડી દીધી ને જતીન પણ હવે ફિલ્મ લાઇન માં સારું એવું નામ થવાથી સુખી જીવનમાં ખુશ છે
નીતિન સંચાણિયા
નીતિન સંચાણિયા
9328829793