ખુબ ખુબ આભાર પરમ કૃપાળુ પરમાત્મા નો.
આપે મને સનાતન ધર્મ માં અવતાર આપ્યો
જે ધર્મ માં ગાય ને માતા કહેવામાં આવે છે
જે ધર્મ માં નારી ને નારાયણી કહેવાય છે
જે ધર્મ માં અહિંસા અને પરોપકાર ની ભાવના છે
જે ધર્મ માં મા-બાપ ને ભગવાન ગણવામાં આવે છે
જે ધર્મ માં કન્યાઓ નું પૂજન કરવામાં આવે છે
જે ધર્મ માં ભગવાન કરતા પણ ગુરુ નું મહત્વ ખુબ જ વધારે છે
જે ધર્મ માં સાધુ સંતો ની પૂજા થાય છે
જે ધર્મ માં વડિલ નેં માન આપવામાં આવે છે
જે ધર્મ માં અનેક ધર્મ સ્થાનો માં સદાવ્રત ચાલે છે
જે ધર્મ માં પ્રાણીઓ,પશુ-પક્ષિઓ, વૃક્ષો ની પૂજા થાય છે
જે ધર્મ માં શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવું પવિત્ર ગ્રંથ છે
જે ધર્મ માં ચાર વેદ, અઢાર પુરાણ, મહાભારત, રામાયણ જેવા પવિત્ર ગ્રંથો રહેલા છે
જે ધર્મ માં રોટલો ખવડાવવાનું ખુબ જ પૂન્ય છે
જે ધર્મ માં લોકો માં અનેકતામાં એકતા ના દશૅન થાય છે
જે ધર્મ માં બીજા ને ખવડાવી પછી ખાવાની ટેવ હોય છે.
જે ધર્મ માં ધર્મ ની ધજા હંમેશા ફરકતી રહે છે.
એવાં સનાતન ધર્મ માં જન્મ આપવા બદલ પરમ કૃપાળુ પરમાત્મા તમારો ખુબ ખુબ આભાર.
જય હો સનાતન ધર્મ કી.