તમારી આજુબાજુ બને આ 7 ઘટનાઓ તો સમજવું ખરાબ સમયની છે શરૂઆત
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, દરેક વ્યક્તિના જીવન પર ગ્રહોના પરિવર્તનની અસર થાય છે. જન્મ કુંડળીમાં સ્થિત ગ્રહ જ્યારે અનુકૂળ સ્થિતિમાં હોય છે તો વ્યક્તિના જીવનમાં બધુ જ સારું થાય છે, પરંતુ જ્યારે આ ગ્રહ પ્રતિકૂળ સ્થિતિમાં હોય છે તો વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. જે વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે, તેને કેટલાક સંકેત પણ મળે છે. આજે અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જ્યારે કોઈ વ્યક્તિનો ખરાબ સમય શરૂ થાય છે તો કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ જાય છે અને પ્રયાસ કરવા છતાં નથી મળતી.
- ખરાબ સમય શરૂ થતા જ બનતા કામ બગડવા લાગે છે અથવા જે કામ પૂરા થવાના હોય તે અટકી જાય છે.
-કોઈ એવી વ્યક્તિ મળે છે જે તમારી ક્ષમતા કરતા વધુ કામ કરાવે છે અને તે કામનો શ્રેય પણ તમને નથી મળતો
- ખરાબ સમય શરૂ થાય છે તો ઘરનો કોઈ પાળેલો જાનવર જેમ કે, કુતરો, ગાય, ભેંસ અથવા ઘોડાની મૃત્યુ થાય છે.
કોઈ ખોટા આરોપ લગાવી શકે છે અથવા તમે કોઈ કોર્ટ કેસમાં ફંસાય શકો છો. આ પણ ખરાબ સમય શરૂ થવાના સંકેત છે.
- જમા પૂંજીમાં નુકસાન થઈ શકે છે. અથવા રૂપિયા ક્યાંક અટકી શકે છે. સ્થાઈ સંપત્તિથી સંબંધિત નુકસાન પણ થઈ શકે છે.
- કોઈ જૂની બીમારી અચાનક ફરીથી થઈ શકે છે અથવા કોઈ નવો ગંભીર રોગ થવો પણ ખરાબ સમયનો સંકેત છે.