*માટીનુ મુલ્ય*
🟤🟤🟤🟤🟤
માટીમાંથી જ શીખુ સદગુણ,
માટીમાંથી ઉદભવું,
માટીમાં જ વિલીન થાઉં,
માટીમાંથી તણખલારૂપે ઉગીને,
વૃક્ષ રૂપે ફાલી જાઉં,
મબલખ પાક બની ખેતરમાં લહેરાઈ જાઉં,
કુંડામાં ફુલ બની ખિલી જાઉં,
માટી તપે ને કેરી પાકે,
માટી અદભુત સુંગંધનો ચાસ પાડે,
માટીની ભિતરમાં ભર્યુ ય ઘણું,
માટીના ઘટમાંથી નીકળે કાયા,
માટીના ગરમાં ઘણાય ગરમાયા,
આપણે તો માટીનાં જ જાયા,
તો ય બીજા દેશની માટીથી ભરમાયા,
જે જગ્યાની માટી કરતી પોકાર,
એ જગ્યાએ મરતાં
ત્યાંની માટીમાં જ કરમાયા,
માટી અંધારામાં દેખાતી કાળી,
સુરજે રોજ એને પીઠી ચોળીને નવરાવી...!
માટી જ આદી,
માટી જ અંત,
સદીયોથી આ
વાતો કહેતા સંત...!
ત્રણ ગુણ ય એના થકી,
સત્વ,રજસ,તમસ એના થકી,
પરમાત્મા ય માટી થકી ઉત્પતિનો આધાર,
સઘળી સૃષ્ટિ ય
માટી વિના નિરાધાર,
પ્રલય થકી કુદરતનું
પણ માટીમાં જ વિસર્જન...!
*માટીનું મુલ્ય* *પુછો એકલવ્યને* ....!
માટીમાંથી સર્જન કર્યા દ્રોણ ગુરૂ તુલ્યને...!
*માટીનું મુલ્ય* *પુછો કુંભારને* ...!
દેવા આકાર એને ચઢાવે ચાંકડે,
તપાવે નિભાડે,
મજબુતી તપાસવા
સંશયના ટકોરા પાડે...!
*માટી થકી માટીના જ ટાંકા લેતો માનવી,*...!
*માટી થકી માટીના જ ઓવારણાં લેતો માનવી*...!
*હું માટીનો માનવી માનવ થાઉં તો ય ઘણું*...!
🟫🟫🟫🟫🟫
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*