આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે સમજદાર માણસ એ છે જે દરેક વિષય પરિસ્થિતિમાં પણ સહજ રહો, સામાન્ય રહે. પછી ગમે એવી સમસ્યા હોય તેનું નિરાકરણ આસાનીથી કાઢી શકે. ગમે એ પ્રકારની વિષમ પરિસ્થિતિને દૂર કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં હોય છે તે સમજદાર હોય છે. જે વ્યક્તિ પરિસ્થિતિ અને સમયમાં છુપાયેલ સંકેતને સમજી લે છે તે જ સમજદાર છે.
જો કોઈ વ્યક્તિમાં અહીં બતાવેલ ગુણ ન હોય તો તેને શું કરવું જોઈએ? આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ એક સટિક ઉપાય બતાવ્યો છે. ચાણક્યના કહેવા પ્રમાણે જે પ્રકારે કોઈ સાંપ ઝેરીલો ન હોય તો પણ તે પોતાને ઝેરીલો જ બતાવે છે. એ જ રીતે જો કોઈ વ્યક્તિ સમજદાર કે વિદ્વાન ન હોય તો પણ તેને બીજાની સામે સમજદાર બની રહેવું જોઈએ. એમાં જ તેની ભલાઈ છે.
ચાણક્યની આ વાત અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ રીતે પ્રભાવશાળી હોઈ શકે છે. જો કોઈ શક્તિશાળી ન હોય તો તેને પોતાને પણ ક્યારેય નિર્બળ સિદ્ધ ન થવા દેવી જોઈએ. નહીંતર શક્તિશાળી લોકો તેની ઉપર પોતાનો અધિકાર જમાવી લેશે. જો કોઈ વ્યક્તિ બીજાની સામે મૂર્ખ સિદ્ધ થઈ જાય તો તેને હંમેશા તિરસ્કાર અને અપમાન જ સહન કરવું પડશે. એવામાં યોગ્ય ઉપાય એ જ છે કે તે હંમેશા પોતાને સમજદાર જ બતાવે. એની સાથે જ તે પોતાના સ્તર ઉપર હાલતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરતો રહે. આ પ્રકારે તેને સમાજમાં અપમાનનું પાત્ર નહીં બનવું પડે. અને તે હંમેશા અન્ય લોકોની સામે આદરણીય બની રહેશે.