બગીચાના તમામ ફૂલો સાવ નરમ હતા.
ગુલાબ તોડતા જોયું કાંટા કયાં નરમ હતા?
બહારથી શ્રીફળ જેવા કડક લગતા પિતા,
દીકરીનો સાદ પડયો ત્યાં સાવ નરમ હતા.
કેમ ભુલાતી નથી તેમના સ્પર્શ ની સંવેદના,
હુંફાળો મા નો સાથ અને હાથ નરમ હતા.
નરમ ના બનતા સમય ખરાબ છે અનિલ,
પછી તમે કહેશો એતો અમારા કરમ હતા.
#નરમ