જિંદગી!!
એ એક એવી મહામુલી ચીજ છે કે જે દરેક પાસે છે!!
અને એટલા માટે જ કદાચ એનું મુલ્ય બધા જાણતા નથી હોતા અથવા તો એના મૂલ્યને જાણવાની તસ્દી પણ નથી લેતા!!
જિંદગી નામે વૃક્ષને એક ટીક ટીક કરતી કુહાડી (કે જે આપણા કાંડે કે ઘરની દિવાલે હરખે હરખે , મન પસંદ, ને મોંઘી તથા ઈમ્પોર્ટેડ હોય પાછી!!) હરેક પળેને હરેક ક્ષણે કાપી રહી છે!!
લાગે તો એવું કે "હું જિંદગીને જીવી રહ્યો છું!"
પણ દોસ્ત કડવી અને સનાતન સત્ય ઘટના તો એ છે કે, "તું દરેક ક્ષણે! હરેક પળે! દરેક શ્વાસે ને દરેક ઉચ્છવાસે મરી રહ્યો છે!"
મને ખબર છે કે પ્રકૃતિમાં બદલાતી ઋતુઓની ઘટમાળમાં #વસંત પણ સામેલ છે અને #પાનખર પણ સામેલ છે!
એક જાય પછી બીજી આવે!બીજી જાય ને પહેલી પાછી આવે! વસંત પછી પાનખર ને પાનખર પછી ફરી પાછી વસંત!! અલબત્ત 'સમય' અને 'કાળ'ની સાક્ષીએ!
પણ... કિન્તું...પરંતું...
"#જિંદગી નામે વૃક્ષમાં #વસંત પછી પાનખર જ આવે છે!! અને એય એક જ વખત!! #પાનખર આવ્યા પછી પાછી વસંત આવતી જ નથી! "
માટે જ હું હંમેશાં કહું છું!
"તમારી તથા તમારા જીવનની! તમારી જિંદગીની#વસંત દુર આવતી દેખાય તો તરત જ જીવવા મંડો! અને હા આ વસંત માટે આયોજનમાં સમય બગડી ન જાય એનું ધ્યાન રાખવાનું ભુલવું નહી!! આયોજનબદ્ધ તો સિનેમા બનાવી શકાય!! #જિંદગી નહી!!
"જિંદગી તો #યાદચ્છિક ઘટના છે! યાદચ્છિક ઘટનાઓનો સમુહ છે! "
જો તમે એ #વસંતને કે વસંતની બહારોને માણવાનું ભુલી ગયા!! તો હું કહું છું કે "તમે એ જિંદગી નામે ટ્રેનમાં ચડવાનું ભુલી ગયા કે જે ટ્રેન કોઈપણ કાળે ફરી આવવાની નથી કે નથી ફરી મુકાવાની કે નથી તો ફરી ઉપડવાની! "
અને હા... જતા જતાં બીજી ચેતવણી પણ આપું છું!!
કે
"પ્રકૃતિમાં ઉગેલા તમામ વૃક્ષને વસંત પછી પાનખર આવે છે! ને પાછી પાનખર પછી પાછી તે વૃક્ષોને નમણી કુંપળો ફરી ફુટે છે!!
પણ દોસ્ત, તારા કે મારા જીવનવૃક્ષ એક જ વખત #વસંત આવે છે!
અને એક જ વખત #પાનખર ! પછી...
કોઈ જ કુંપળ પાછી ફૂટતી કે ના તો કોઈ વસંત ફરી વાર આવે છે! #પાનખર આવ્યા પછી...
વાત પુરી!!
માટે જ જિંદગી ને સણગારવાના પ્રયત્નો છોડી, તેને પ્રેમ કરી જીવવાનું શરુ કરી દો!!
અને રોજ મારી જેમ અરીસામાં જોઈ ને જોરથી બોલો....
"જિંદગી... જિંદાબાદ"
-રજનીકાન્ત જયંતિલાલ પટેલ 'જુગલ'💕
#જિંદગી_જિંદાબાદ