યાદ રાખો સાવરણીની આ 10 વાતો, ગરીબી દૂર જ ભાગશે તમારા ઘરથી
ઘરનો કચરો સાફ કરવા સાવરણીનો ઉપયોગ તો લગભગ બધાંના ઘરમાં થતો જ હોય છે. ખૂબજ સામાન્ય લાગતી આ વસ્તુનું શાસ્ત્રોમાં બહુ મહત્વ છે. માન્યતા અનુસાર સાવરણી ધનની દેવી લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. સાવરણી ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે. જ્યોતિષ, વાસ્તુ અને જૂની માન્યતાઓ અનુસાર સાવરણીના કારણે આપણા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ઘરના કચરામાં ઘણી નકારાત્મક શક્તિઓ હોય છે, જેની ખરાબ અસર ઘર અને ઘરના સભ્યો પર પડે છે.
આ દિવસે ઘરમાં લાવો નવી સાવરણી, ગરીબી ભાગશે દૂર અને થશે ધનલાભ
૧. નવી સાવરણી ખરીદવી હોય તો શનિવારે ખરીદવી. શનિવારે ઘરમાં નવી સાવરણી લાવવી શુભ ગણાય છે.
૨. સાવરણીને ઘરના કોઇપણ રૂમમાં પશ્ચિમ દિશામાં રાખવી શુભ ગણાય છે. તેનાથી નકારાત્મક ઉર્જાઓ નાશ થશે. તૂટેલી સાવરણી ન વાપરવી.
૩. સાવરણીથી ઘરના લોકોને ખરાબ નજરથી બચાવી શકાય છે. વાસ્તુ અનુસાર ધનની જેમજ સાવરણીને પણ ઘરમાં સંતાડીને રાખવી જોઇએ
.
૪. સાવરણી પગ અડાડવાથી મહાલક્ષ્મીનો અનાદર થાય છે, એટલે સાવરણીને પગ અડે તો લક્ષ્મીજીની માફી માંગવી.
૫. જો તમે ભાડાના ઘરમાં રહેતા હોય તો ઘર બદલતી વખતે જૂની સાવરણી ત્યાં મૂકીને ન જવી. આમ કરવાથી લક્ષ્મી પણ ત્યાં જ છૂટી જાય છે.
૬. સાવરણીને ક્યારેય ઊભી ન મૂકવી.
૭. સાવરણીને હંમેશાં સાફ રાખવી. ભીની ન રાખવી અને જૂની સાવરણીને ઘરમાં ન રાખવી.
૮. શનિવારે જૂની સાવરણી બદલવી અને સાવરણીને ક્યારેય સળગાવવી ન જોઇએ.
૯. ઘરના મુખ્ય દરવાજાની પાછળ એક નાનકડી સાવરણી લટકાવી રાખવી. તેનાથી ઘરમાં લક્ષ્મીજીની કૃપા જળવાઇ રહે છે.
૧૦. ઘરનો કોઇ સભ્ય બહાર જાય તો તરત કચરો વાળવો અશુભ ગણાય છે. આમ કરવાથી તે વ્યક્તિને કામમાં અસફળતા મળી શકે છે.