જનમ દિન કે સગાઈ દિન.
એકની બાજુમાં એક મુકતા અગિયાર થાય ,
એકમાં એક ઉમેરતા થાય બે
તારીખ અગિયારને માંહે બીજો ,
હતો તારો સગાઈ દિન’ને ,
હતો મારો જનમ દિન .
તારે ત્યાં ખુશીમાં ખુશી ’ને
મારે ત્યાં ખુશીમાં ગમ
કુદરતને તો કેવો મેળ કીધો ,
તારે ઘેર સુખ નો દીવો ’ને
મારે ઘેર દુ : ખનો દીવો
બે વરહે ને બે માંહે બે બોલ તારીયાદમાં,
લખાઈ ગઈ વિરહની વેદના આ શાયરથી .
વિચાર્યું નો ' તું કે કુદરત પણ આટલો ક્રૂર હશે ,
કે તારો સગાઈદિન ને મારો જનમદિન હશે . . . .
- કુલદિપ વણકર (કુટ્ટી)
નેત્રમાલી
તા - ઈડર
જિલ્લો - સાબરકાંઠા