*ઉડતું મન પ્રેમમાં*
🌹🎀💌🎀🌹
મન મોર બની થનગનાટ કરે,
મન પંખી બની ઉડાઉડ કરે,
બસ,
તારે લીધે જ મારૂ ,
ઉડતું મન પ્રેમમાં...!
તારા સ્પર્શ થકી મન
સળવળાટ કરે,
ચંચળ મન સ્પર્શને પણ સહવાશ ગણે,
બસ,
આ લાગણી થકી
જ મારૂ,
ઉડતું મન પ્રેમમાં...!
પવનની લહેરખી થકી પણ મન
વલવલાટ કરે,
તારી ખુશ્બુ થકી
મન અહેસાસ કરે,
બસ,
આ સુંગંધના
પમરાટ થકી મારૂ
ઉડતું મન પ્રેમમાં...!
તારા ખ્યાલો થકી
દીલ મુસ્કારાયા કરે,
ખાલી અમથું
સ્મિત પણ
હાસ્ય લાગ્યા કરે,
બસ,આ છેતરપિંડી થકી પણ મારૂ,
ઉડતું મન પ્રેમમાં...!
તારી યાદમાં મન મરકટ બની કુદાકુદ કરે,
તમે આપેલી વેદના
કપિ બની હુપાહુપ કરે,
બસ, આ હરકતોની યાદોમાં હ્રદયની ઝાંઝરી સમ છમ્મા છમ્મ કરતું મારૂ,
ઉડતું મન પ્રેમમાં...!
🎀💌🎀
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*